Placeholder canvas

દેશનું સૌ પ્રથમ અને એકમાત્ર રાજ્ય કેરળ પાસે હવે પોતાનું ઇન્ટરનેટ…

KFON યોજના BPL પરિવારો અને 30,000 સરકારી કચેરીઓને મફત ઈન્ટરનેટ પ્રદાન કરવાની પરિકલ્પના છે

કેરળ પોતાની ઈન્ટરનેટ સેવા ધરાવતું દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યું છે. કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડને ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર લાઇસન્સ મળ્યું છે. મુખ્યમંત્રી પી.વિજયને ગુરુવારે કહ્યું હતું કે કેરળ દેશનું પહેલું અને એકમાત્ર રાજ્ય છે જ્યાં તેની પોતાની ઇન્ટરનેટ સેવા છે.

ન્યૂઝ એજન્સી અનુસાર, કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડ એ રાજ્યમાં દરેકને ઈન્ટરનેટની ઍક્સેસ મળે તેની ખાતરી કરવા માટે સરકારનો મહત્વાકાંક્ષી આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લાયસન્સ મળ્યા બાદ સમાજમાં ડિજિટલ વિભાજન ઘટાડવા પ્રોજેક્ટ હેઠળ કામ શરૂ કરી શકાશે. વિજયને ટ્વિટર પર કહ્યું હતું કે કેરળ દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જેની પાસે પોતાની ઈન્ટરનેટ સેવા છે.

ઈન્ટરનેટ કનેક્શનને મૂળભૂત અધિકાર જાહેર કરાયો હતો

તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, કેરળ દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં તેની ઇન્ટરનેટ સેવા છે. કેરળ ફાઇબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડને @DoT_India તરફથી ISP લાઇસન્સ મળ્યું છે. હવે અમારો પ્રતિષ્ઠિત #KFON પ્રોજેક્ટ ઇન્ટરનેટને મૂળભૂત અધિકાર બનાવવા માટે કામગીરી શરૂ કરી શકે છે.

BPL પરિવારો અને 30,000 સરકારી કચેરીઓને મફત ઇન્ટરનેટ

KFON યોજના BPL પરિવારો અને 30,000 સરકારી કચેરીઓને મફત ઈન્ટરનેટ પ્રદાન કરવાની પરિકલ્પના છે. અગાઉની ડાબેરી સરકારે 2019માં ઈન્ટરનેટ કનેક્શનને મૂળભૂત અધિકાર જાહેર કર્યો હતો અને રૂ. 1,548 કરોડનો KFON પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો