રાજા પેટ્રોલપંપ નજીકની ઘટનામાં 25થી 30 વર્ષના યુવકનું મોત : તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી
વાંકાનેર : વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પર કેરાળા પાટિયા પાસે આવેલા રાજા પેટ્રોલપંપ નજીક નેશનલ હાઇવેની ગટરમાં પડી જતાં એક અજાણ્યા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. યુવકની ઉંમર અંદાજે 25થી 30 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે સાંજના સમયે કેરાળા પાટિયા પાસે રાજા પેટ્રોલપંપ નજીક નેશનલ હાઇવેની ગટરમાં એક અજાણ્યો યુવક પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, યુવકનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને મૃતકની ઓળખ સહિત સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
જો આપ મોરબી અને રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના મહત્વના સમાચાર જાણવા માંગતા હો તો નીચેની લિંક પર ક્લિક કરીને કપ્તાનના WhatsApp ગ્રુપમાં જોડાવો…
https://chat.whatsapp.com/6abGhd7Z16iCMPjNWACcKg?s=cl&p=a&mlu=0
આ ઉપરાંત Facebook, Instagram, X અને YouTubeમાં @kaptaannews કપ્તાન ન્યુઝને લાઈક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરો.

