Placeholder canvas

વાંકાનેર:કાશીયાગાળા ગામના તળાવ નજીકથી જુગાર રમતા ચાર જુગારી ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે તાલુકાના કાશીયાગાળા ગામની સીમમાં તળાવ નજીક વિડીમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને જુગાર રમતા ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કાશીયાગાળા ગામના તળાવ નજીક વીડીમાં જુગાર રમતા આરોપી સુરેશભાઇ માવજીભાઇ સરવૈયા(ઉ.વ‌. ૪૬, રહે. કાશીયાગાળા), ભરતભાઇ ખીમાભાઇ ધરજીયા(ઉ.વ. ૩૪, રહે. કાશીયાગાળા), વાઘજીભાઇ નાથાભાઇ ધરજીયા(ઉ.વ. ૪૩, રહે. કાશીયાગાળા) અને રસીકભાઇ ધીરૂભાઇ ધરજીયા (ઉ.વ. ૩૬, રહે. ગાંગીયાવદર)ને તીનપતિનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 4,800 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

આ સમાચારને શેર કરો