Placeholder canvas

મોરબી જિલ્લાના જાણીતા પત્રકાર અને વાંકાનેરના ‘કપ્તાન’નો આજે જન્મદિવસ.

વાંકાનેરના પત્રકારોના કપ્તાન આયુબ માથકીઆનો આજે જનમ દિવસ છે … જેઓ નિષ્પક્ષ, નિડર, નિર્ણાયક અને ન્યાયીક ન્યુઝ માટે સતત પ્રજાનો અવાજ તથા કપ્તાન સાપ્તાહિકના તંત્રીને સવારથી શુભેચ્છાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેઓએ આજે 52 પુરા કરી 53 માં મંગલ પ્રવેશ કરેલ છે.

વાકાનેર તાલુકાના ખિજડીયા રાજ ગામે ખેડૂત પુત્ર તરીકે 21-7-1971 ના રોજ જન્મેલા હાલ રાતિદેવડીમાં રહેતા આપણા સિનિયર પત્રકાર કપ્તાનના હુલામણા નામથી ખ્યાતનામ છે, તેઓને કોલેજ લાઈફમાં રાજકોટના પત્રકાર મિત્રો સાથે સંબધ બંધાયો અને બાદમાં સ્વતંત્રતા દિવસ 1994મા વાકાનેર તળબદામા તરવરીયા યુવાન તરીકે લોકોની સમસ્યા સરકાર સુધી પહોંચતી કરી. ઉપરાંત સ્થાનિક ખુબી વિશ્ર્વ ફલક સુધી ગુંજતી કરવાના ઉમદા આશ્રેય સાથે કપ્તાન સાપ્તાહિક શરૂ કરનાર અયુબ માથકિઆનો આજે અવતરણ દિવસ છે. સ્વભાવે શાંત સરળ સહજ અને મળતાવડા સ્વભાવનાં અને પંથકમાં કપ્તાના હુલામણા નામથી ખ્યાતનામ છે. કપ્તાનએ વાકાનેરનુ પ્રથમ વેબ પોર્ટલ છે અને સૌથી નવાઈની વાત તો એ છે કે સોશ્યલ મિડિયામા ફેસબુક પર સમાચારો આપી શકાય એની શરૂઆત કરનાર અયુબ કપ્તાન છે. તેઓ હાલ હિન્દી ન્યુઝ ચેનલ ભારત 24ના વાંકાનેરના રીપોર્ટર છે અને પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના પ્રમુખ છે.

ન્યુઝ થકી લોકોમાં અને પત્રકાર આલમમાં ખુબ નામના મેળવનાર અયુબ માથકિઆને એમના મોબાઇલ નંબર 9879930003 પર શુભેચ્છાનો ધોધમાર વરસી રહો છે, ત્યારે સમગ્ર મોરબી જિલ્લાના પત્રકારો તરફથી તેમને શુભેચ્છા પાઠવું છું. -જયેશ ભટાસણા (ટંકારા)

આ સમાચારને શેર કરો