Placeholder canvas

વાંકાનેર: ચેક રિટર્ન કેસમાં મહીકાના આરોપીને નિર્દોષ છોડતી કોર્ટ

વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામનો રહીશ ફરીયાદી અશોકભાઈ હીરાભાઈ ચારલાએ અશોક લેલન્ડ ટ્રક મહીકા ગામના બાદી નજરૂદીન ગનીભાઈ પાસેથી ખરીદ કરેલ હતી તેની સાથે જ ફરીયાદીએ આરોપી પાસેથી તેની બેંકનો ચેક સ્વીકારેલ હતો અને તે ચેક બેંકમાં વટાવવા નાંખતા અપુરતા ભંડોળના કારણે ચેક રિટર્ન થયો હતો અને ત્યારબાદ ફરીયાદીએ નજરૂદીન ગનીભાઈ બાદી સામે વાંકાનેરની કોર્ટમા નેગોશીએબલ ઈન્સ્ટમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ હતી. જે ફરીયાદમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આમ બનાવની પ્રાપ્ત હકીકત અનુસાર ફ૨ીયાદી અશોકભાઈ હીરાભાઈ ચારલાએ અશોક લેલન્ડ ટ્રક આરોપી પાસેથી કુલ કીમત ૫,૨૨,૭૦૫ માં ખરીદ કરેલ હતો અને તે વખતે ટ્રકના વ્યવહારની રકમની આપ-લે થઈ ગયેલ અને ફરીયાદીએ આરોપી પાસેથી વધારાનો ચેક લીધેલ આમ ફરીયાદીએ ચેકની ૨કમ વસુલ કરવાની ન હોવા છતા ચેકનો દુર ઉપયોગ કરી ચેકમા રૂા.૪,૫૦,૬૦૦/- ૨કમ ભરી ટ્રક લેતી-દેતીના બાકી લેણા છે તેવી હકીકત દર્શાવી મેળવેલ ચેક ફરીયાદીએ તેની બેન્કમાં જમા કરાવતા આરોપીના ખાતામાં અપુરતું ભંડોળ હોય જેથી ફરીયાદીએ આરોપીને નોટીસ આપી વાંકાને૨ના મહે. જયુ. મેજી, (ફ.ક.) સાહેબની કોર્ટમા નેગોશયેબલ એકટ મુજબ ફરીયાદ દાખલ ક૨તા ફરીયાદી ફરીયાદ મુજબની હકીકતે કોર્ટમાં લેક્ની રકમ પુરવાર કરી શક્યા ન હતા.

જેથી વાંકાનેરની અદાલતના જજ આત્મદીપ શર્માએ કેસના પુરાવાઓ તથા બન્ને પક્ષની દલીલો ધ્યાને લઈ આરોપી નજરૂદીન ગનીભાઈ બાદીના બચાવ પક્ષે વકીલ સ૨ફ૨ાજ ૫૨ાસરા, શકીલ પીરઝાદા, એ.વાય.શેરસીયા, તાજુમીન કડીવા૨ની ૨જુઆતો ધ્યાને લઈ આરોપીને નેગોશ્યેબલ એકટ કલમ ૧૩૮ના ગુન્હામાથી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આમ આરોપીને તેની સામે મુકવામાં આવેલ ખોટા આરોપો તથા ખોટા વ્યવહા૨ના આધારે ફરીયાદીએ જે કેસ કરેલ હતો તેમાથી આબાદ બચાવ થયેલ છે.

આ સમાચારને શેર કરો