ગુજરાત

હેકર્સ કપ્તાની એપ્સ ડાઉનલોડ કરવા માટેનો મેસેજ મોકલી રહ્યા છે, એ કોઈએ ડાઉનલોડ કરવી નહીં…

વાંકાનેર : ગઈકાલથી કપ્તાના ઘણા બધા વાંચકોને કોઈ અજાણ્યા નંબર પરથી કપ્તાનની એપ્સ ડાઉનલોડ કરવા માટે મેસેજ કરી રહ્યા છે. વોટ્સએપમાં એપ્સ ડાઉનલોડ કરવાની લિંક મોકલી રહ્યા છે. આ એપ્સની લિંક પર જો તમે ક્લિક કરશો તો નોટિસ પણ મળે છે.
જેથી જે કપ્તાનના વાંચકોને અથવા અન્ય કોઈ મિત્રોને આવો કોઈ મેસેજ આવ્યો હોય તો તેમના પર ક્લિક ન કરવું અને એપ ડાઉનલોડ ન કરવી. કેમ કે જો આપ આવુ કરવાની ભૂલ કરશો તો તમને કોઈ નુકસાન થઈ શકે છે.
જે નંબર પરથી એપ્સની લીંક મોકલવામાં આવેલ છે તે નંબર પર અમે સંપર્ક કરતા એ નંબર સુરેન્દ્રનગર જિલ્લાના સરાના અનિલભાઈ વરમરાનો છે. અને તેમનું whatsapp હેક થયેલ છે. તેમની ફરિયાદ ત્યાંના સાયબર ક્રાઇમમાં પણ કરેલ છે. જેથી કોઈએ પણ અજાણ્યા નંબર પરથી આવેલી આવી લિંક પર કયારે પણ ક્લિક ન કરવું, અને ડાઉનલોડ ન કરવી… તેમની તમામ મિત્રોએ ખાસ કાળજી લેવી….
કપ્તાન કોઈપણ મેસેજ તેમના ઓફિસિયલ નંબર 9879930003 પરથીજ મેસેજ કરે છે અને આપ જો ખરેખર કપ્તાનની એપ્સ ડાઉનલોડ કરવા ઈચ્છતા હો તો અહીંયા અમે નીચે તેમની લીંક આપેલી છે એ લિંક પરથી જ ડાઉનલોડ કરવી….

👇👇👇👇👇

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો