મોરબી: કાંતિભાઇ અમૃતિયા તથા તેમના પત્ની અને પુત્ર થયા કોરોનાથી સંક્રમિત 

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની તથા પુત્ર કોરોનાથી સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું છે. જો કે હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવી રહ્યા છે. તેઓ હાલ ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા છે.

કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું છે કે ગાંધીનગરના નિવાસસ્થાન ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અંગત કાળજી લઈને ડૉક્ટર્સની ટીમ પણ મોકલી આપી હતી. જે નિયમિત ચેકઅપ કરે છે. છેલ્લા થોડા દિવસોમાં જે કોઈ વ્યક્તિ એમના સંપર્કમાં આવ્યા હોય તેઓને કોરોના ટેસ્ટ કરાવવા તથા હોમ ક્વોરન્ટાઇન થવાની અપીલ કરી છે.

આ સમાચારને શેર કરો
  • 39
  •  
  •  
  •  
  •  
  •  
    39
    Shares