વાંકાનેર: મહીકા-કાનપર રસ્તો ધોવાયો,વોકળાના નાલા પાસે પડ્યું મોટુ ગાબડુ…
વાંકાનેર : મહિકાથી કાનપર જવાનો સિંગલ પટ્ટી નો રસ્તો ભારે વરસાદના કારણે વોકળામાં વધુ પાણી આવવાથી પુલ પાસે ધોવાઈ ગયો છે. મોટું મોટું ગામડા પડી ગયુ છે. જેથી અહીંયા થી ભારે અને મોટા વાહનો પસાર થઈ શકે તેમ નથી.
મહીકાથી કાનપર જવા માટે અને કાનપરના લોકોને વાંકાનેર આવવા માટે વાયા મહીકા થઈને જ આવવાનો આ એક માત્ર રસ્તો છે. ત્યારે આ રસ્તામા ગાબડા પડવાના કારણે અને રસ્તો બંધ થઈ જવાના કારણે કાનપરનો વાંકાનેર સાથેનું સંપર્ક કપાઈ ગયો છે.


