દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત કાનપર પ્રાથમિક શાળાના બાળકો એક દિવસીય ફ્રી શૈક્ષણિક પ્રવાસે.
જી.સી.ઈ.આર.ટી. (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) ગાંધીનગર દ્વારા આયોજિત દૂરવર્તી શિક્ષણ અંતર્ગત વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળાના બાળકોને જીસીઈઆરટી ગાંધીનગર અને સાયન્સ સીટી અમદાવાદ ખાતે એક દિવસીય ફ્રી પ્રવાસનો લાભ મળેલ.
તા. 18/ 03/ 2026 ના રોજ ગુજરાત એસ.ટી. બસ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ જીસીઈઆરટી ગાંધીનગર ખાતે સવારે 10:30 વાગ્યે પહોંચેલ ત્યાં જીસીઈઆરટી ની વિવિધ શાખાઓ નિહાળી અને જીસીઈઆરટી દ્વારા આયોજિત ભોજન લઈ, સાયન્સ સીટી અમદાવાદ ખાતે જવા રવાના થયા.
સાયન્સ સીટી અમદાવાદ ખાતે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી બાળકો આઈ મેક્સ થિયેટર, મીશન ટુ માર્ચ, પ્લેનેટરીયમ, રોબોટિક ગેલેરી, એસ્ટ્રોનોમી ગેલેરી, એક્વાટી ગેલેરી, 5 ડી થિયેટર, થ્રિલ રાઈડ તથા અન્ય ઘણા બધા વિભાગોમાં બાળકોએ વિજ્ઞાનના સિદ્ધાંતો અને પાયાના જ્ઞાનની સમજ મેળવી. વિવિધ પ્રયોગો આકૃતિઓ, કૃતિઓ, મોડેલોનું અવલોકન , નિદર્શન કર્યું. સાયન્સ સિટી નો સ્ટાફગણ તથા શાળાના શિક્ષકો વગેરે બાળકોને વિવિધ વિભાગોમાં વિશેષ માર્ગદર્શન આપ્યું. સાયન્સ સીટીની વિવિધ ગેલેરીઓના નિદર્શનથી બાળકોએ જ્ઞાન તો મેળવ્યું જ પણ, ખૂબ આનંદ પણ પ્રાપ્ત કર્યો .ગમ્મત સાથે જ્ઞાન અને વિશાળ ભવનોના નિર્દેશનથી બાળકો અતિ ખુશ જોવા મળતા હતા. બાળકોના ચહેરા પર રહેલુ સ્મિત એ સાબિત કરતું હતું કે આ પ્રવાસથી બાળકો ખૂબ ખુશ હતા. આ પ્રવાસને સફળ બનાવવા શાળાના શિક્ષક ગણે ખૂબ મહેનત કરી હતી.
આ પ્રવાસમાં બસ ભાડુ, બપોરનું ભોજન, નાસ્તો અને સાયન્સ સીટીની વિવિધ ગેલેરીઓની ફી જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા ચૂકવવામાં આવેલ.





