કાનપરમાં પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ સ્વચ્છતા અને વૃક્ષોનું મહત્વ સમજ આપતી રેલી કાઢી.
વાંકાનેર:આજે વાંકાનેર તાલુકાના કાનપર પ્રાથમિક શાળા કક્ષાએ સ્વચ્છતા અને વૃક્ષારોપણ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકોએ સ્વચ્છતા અને વૃક્ષોનું મહત્વની સમજ આપતા બેનરો સાથે રેલી દ્રારા લોકોને સ્વચ્છતા અને વધુ વૃક્ષો વાવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
“બેગ લેસ ડે અંતર્ગત “શાળા કક્ષાએ યોજાતા વિવિધ કાર્યક્રમો અન્વયે આજના શનિવારે બાળકો દ્વારા માનવ જીવનમાં વૃક્ષોનું મહત્વ અને વૃક્ષોની ઉપયોગીતા બાબતે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

“એક પેડ મા કે નામ” કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમમાં શાળા કક્ષાએથી જ બાળકોને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા બાળકોએ પોતાના ઘરે અથવા ખેતરે તેમની માતા ના નામે, માતાને સાથે રાખી વૃક્ષો વાવ્યા અને તેનું જતન કરવાના સંકલ્પો લીધા હતો.

આમ વૃક્ષનું માનવ જીવનમાં શું મહત્વ છે? વધુ વરસાદ લાવવા, વાતાવરણનું તાપમાન મેન્ટેન રાખવા, સજીવ સૃષ્ટિના વિકાસ માટે , શુદ્ધ ઓક્સિજન વાયુ માટે, રણને આગળ વધતું અટકાવવા માટે , વિવિધ ઔષધીઓ માટે, વગેરે ,વગેરે મહત્વની બાબતો ધ્યાને લઈ વધુ વૃક્ષારોપણ કરવા સૌને આહવાન કરવામાં આવેલ . “વૃક્ષ વિનાના વિશ્વની” કલ્પના કરી વૃક્ષનું જતન કરવાની સૌએ નેમ લીધી. વૃક્ષોની પર્યાવરણ સંવર્ધન અને માનવ મૂલ્ય માટે શું જરૂરીયાત છે એનું મહત્વ સમજાવવામાં આવ્યું તથા સ્વચ્છતા થી થતા ફાયદાઓ વિશેની સમજ પ્રાર્થના સભામાં આપવામાં આવી.

વૃક્ષારોપણ, રેલી તથા બેગલેસ ડે વિવિધ કાર્યક્રમોમાં શાળાના શિક્ષકોએ ખૂબ મહેનત ઉઠાવી હતી. વૃક્ષના રોપા લઇ આવવામાં ગ્રામ પંચાયત સદસ્ય તથા એસ.એમ.સી .સભ્યોએ વાહન વ્યવસ્થા કરેલ હતી. ઇકો ક્લબ વિભાગ સંભાળતા શાળાના શિક્ષિકા મકવાણા અંજુબેન ભલજીભાઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ જેહમત ઉઠાવી હતી.

