Placeholder canvas

મધ્યઝોન કલા મહાકુંભ સ્પર્ધામાં વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ગરબામાં મેદાન માર્યું.

વાંકાનેરની એલ.કે.સંઘવી, વિધાભારતી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ગરબા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું.

યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, મોરબી દ્વારા આયોજિત મધ્ય ઝોન કલા મહાકુંભ સ્પર્ધા -2022-23 નાલંદા વિદ્યાલય, વીરપર ખાતે યોજાયેલ હતી. તેમાં શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વિધા ભારતી વાંકાનેરની વિદ્યાર્થીની બહેનો એ મધ્યઝોન કક્ષાની ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે.

આ શાળાની તમામ વિદ્યાર્થીની બહેનોને સમગ્ર વિદ્યાભારતી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ , શાળાના આચાર્ય દર્શનાબેન જાની પ્રમુખ લલીતભાઈ મહેતા અને યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ ડીઇઓ રાણીપા અને શાળા પરિવાર તથા વાલીમંડળે ખૂબ ખૂબ અભિનંદન સાથે આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સમાચારને શેર કરો