Placeholder canvas

મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુંબિયાએ રાજીનામું આપ્યું

મોરબી : ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ તૂટી રહી છે. એક બાદ એક કોંગ્રેસના નેતાઓ પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે. ત્યારે મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે.ડી. પડસુંબિયાએ પણ રાજીનામું આપી દીધું છે.

મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે.ડી. પડસુંબિયાએ ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિત રાજીનામું મોકલ્યું છે. તેમણે જણાવ્યું છે કે, વર્ષોથી તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. હાલ તેઓ કોંગ્રેસ પક્ષમાંથી તમામ હોદ્દા પરથી રાજી ખુશીથી અંગત કારણોસર સ્વૈચ્છિક રાજીનામું આપી રહ્યા છે. સાથે જ તેમણે પક્ષના તમામ સાથી મિત્રો કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે.

આ સમાચારને શેર કરો