Placeholder canvas

વાંકાનેરમાં વ્હીસ્કી, વોડકાની 12 બોટલ સાથે જુનેદ ઝડપાયો

વાંકાનેર: મારૂતી શો-રૂમની પાછળના ભાગે ખરાબામા દારૂ છુપાવી વેચાણ કરતા યુવાનને વ્હીસ્કી અને વોડકાની 12 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલ માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસે જડેશ્ર્વર ચેમ્બરની બાજુમા મારૂતી શો-રૂમની પાછળ રહેતો જુનેદભાઈ યાકુબભાઈ ભટ્ટી પાસ,પરમીટ કે આધાર વગર વિદેશી દારૂનો વેપાર કરતો હોવાની બાતમીને આધારે તેના રહેણાંક નજીક ખરાબાની જગ્યામાં દરોડો પાડતા મેકડોવેલ્સ નં-1 વ્હીસ્કીની બોટલો નંગ-7 તેમજ ગ્રેવીટી ગ્રીન એપલ ફ્લેવર વોડકાની બોટલો નંગ-5 મળી કુલ રૂપિયા 3100નો મુદ્દામાલ મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો