જજમેટ ડે: રાફેલમાં સરકારને રાહત, રાહુલની માફી મંજૂર, સબરીમાલા કેસ લાર્જર બેંચને સોંપાયો


સબરીમાલા પર સુપ્રીમ કોર્ટએ મોટો ચુકાદો આપતાં મહિલાઓના પ્રવેશ પર હાલ મનાઈ લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. તેની સાથે જ આ મામલાને સુપ્રીમ કોર્ટે લાર્જર બેન્ચને મોકલી આપ્યો છે. હવે સાત જજોની બેન્ચ આ મામલામાં પોતાનો ચુકાદો આપશે. બે જજોની અહસમતિ બાદ આ કેસ લાર્જર બેન્ચને સોંપવામાં આવ્યો છે. બીજી તરફ, માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપી દીધી છે. તેમની સામે કોર્ટના અનાદરનો કેસ નહીં ચાલે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર મોદી સરકારને મોટી રાહત આપી છે. સુપ્રીમે પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે.

સબરીમાલા વિવાદ પર ચુકાદો વાંચતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસની અસર માત્ર આ મંદિર નહીં પરંતુ મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ, અગીયારીમાં પારસી મહિલાઓના પ્રવેશ ઉપર પણ પડશે. પોતાના ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પરંપરાઓ ધર્મના સર્વોચ્ચ સર્વમાન્ય નિયમો મુજબ હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બર 2018ના ચુકાદાને કાયમ રાખતાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને ચાલુ રાખ્યો છે અને તેની પર સ્ટે આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…
