Placeholder canvas

વાંકાનેર: નવા લુણસરીયાના જુબેર વડાવીયાને ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા

વાંકાનેર: નવા લુણસરીયાના જુબેર અમીભાઇ વડાવીયાને ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા કરી છે. સહયોગ ક્રેડીટ કો.ઓપ.સોસાયટીને લોનની ચુકવણી પેટે આપેલ રૂપિયા ૫,૮૭,૩૮૬/ના ચેક રીટર્નના કેસમાં નવા લુણસરીયાના જુબેર અમીભાઇ વડાવીયાને એક વર્ષ ની સજા અને ફરિયાદી ને વળતર ફરમાવતી કોર્ટ

આ કેસની હકીકત એવી છે કે વાંકાનેરમાં આવેલ સહયોગ ક્રેડીટ કો.ઓપ.સોસાયટીમાંથી નવા લુણસરીયાના રહેવાસી જુબેર અમીભાઇ વડાવીયાએ ધંધો કરવા માટે લોન લીધેલ હતી અને તેના હપ્તા નહિ ભરતા ચડત હપ્તાની ચુકવણી પેટે રૂ.૫,૮૭,૩૮૬/- નો ચેક આપેલ જે ચેક રીટર્ન થતા સહયોગ ક્રેડીટ કો.ઓપ.સોસાયટી લી.એ તેમના વકીલ મારફતે તા.૦૧/૧૨/૨૦૨૧ ના રોજ લીગલ નોટીસ આપેલ અને નિયત સમયમર્યાદામાં તે રકમ નહી ચુકવતા તે અંગેની ફરિયાદ સહયોગ ક્રેડીટ કો.ઓપ.સોસાયટી લી.એ વાંકાનેર કોર્ટ માં આ નવા લુણસરીયાના રહેવાસી જુબેર અમીભાઇ વડાવીયા વિરુધ તેમના વકીલ મારફતે દાખલ કરેલ.

ત્યારબાદ આ આરોપી હાજર નહિ થતા નામદાર કોર્ટે વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ ત્યારબાદ સદરહુ કેસ નામદાર પટેલસાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદીએ પોતાનો કેસ ની:શંકપણે સાબીત કરેલ હોય અને ફરિયાદીના વકીલ ફારૂક એસ.ખોરજીયા એ કરેલ દલીલોને માન્ય રાખીને આ કામના આરોપી જુબેર અમીભાઇ વડાવીયાને પટેલસાહેબે એક વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે રકમ રૂપિયા ૫,૯૫,૦૦૦/- ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કામના ફરિયાદી વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા, નાસીર એમ.જામ અને કૌશરબેન ખોરજીયા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો