હળવદ: પત્રકાર એસોસિએશન દ્વારા હળવદ ખાતે યોજાનાર મેગા સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને અંગદાન સંકલ્પ કેમ્પ વરસાદી પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અગાઉ રવિવાર, તા. 2 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનાર હતો. જોકે, હાલની વરસાદી સ્થિતિ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવનારા લાભાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપતાં કાર્યક્રમની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.
હવે આ મેગા આરોગ્ય કેમ્પ રવિવાર, તા. 9 ઓગસ્ટ, 2026ના રોજ લોહાણા મહાજન વાડી, હળવદ ખાતે યોજાશે.
પત્રકાર એસોસિએશન દ્વારા નાગરિકોને કાર્યક્રમની નવી તારીખની નોંધ લેવા તેમજ આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોને કોઈ મુશ્કેલી કે હેરાનગતિનો સામનો કરવો ન પડે.
