કૃષિવાંકાનેર

વાંકાનેર: સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાયની મર્યાદા અને રકમમાં વધારો કરવાની ધારાસભ્યની રજુઆત…

વાંકાનેર: વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સરકાર દ્વારા અગાઉ ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે ૨ (બે) હેક્ટરની મર્યાદામાં તેમજ હેક્ટર દીઠ આપતા વળતરમાં વધારો કરવાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતમાં હાલ કમોસમી વરસાદ (માવઠું) પડેલ છે. જેથી વિવિધ પાકોમાં મોટું નુકસાન થયેલું હોય, જેનું હાલ સરકાર દ્વારા સર્વે શરૂ કરવામાં આવેલ છે પરંતુ અગાઉ સરકાર દ્વારા કમોસમી વરસાદ (માવઠા) જેવી કુદરતી આફતોમાં ખેડૂતોને નુકશાનીની સહાય આપવા માટે જે ૨(બે) હેક્ટરની મર્યાદામાં નક્કી કરવામાં આવેલ હતી તેમાં યોગ્ય વધારો કરવામાં આવે તેમજ હેક્ટર દીઠ પીયત જમીનની નુકશાની ની રકમ રૂપિયા. ૨૨,૦૦૦/- તેમજ બીન પીયત જમીન ના હેકટર દીઠ ૧૧,૦૦૦/-આપવામાં આવતા હતા તેમાં હાલની મોંઘવારી મુજબ વધારો કરવામાં આવે તેવી વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ભલામણ કરી છે.

આ સમાચારને શેર કરો