વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જીતુભાઈ દવેનું નિધન

વાંકાનેર: તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને કોંગ્રેસના અગ્રણી જીતુભાઇ દવેનું આજે હાર્ટ એટેકના હુમલાથી નિધન થયું છે.

વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન, પૂર્વ ઉપપ્રમુખ, લુણસર ગામના પૂર્વ સરપંચ અને કોંગ્રેસી અગ્રણી જીતુભાઈ દવેનું આજે જીવલેણ હાર્ટ એટેકના હુમલાથી તેમનું નિધન થયું છે. તેવો આજે સવારે લીમડા ચોકમાં પોલીસ લાઇન રોડ પર આવેલ હસાભાઈના ગેરેજમાં કોઈ કામસર આવ્યા હતા ત્યાં તેમને અચાનક હાર્ટ એટેક આવતા હાજીઅલી કોમ્પલેક્ષમાંથી ડોક્ટર માડકીયાને બોલાવવામાં આવ્યા હતા તેઓએ પંપીંગ કર્યું હતું અને તાત્કાલિક પીર મશાઇખ દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

મળેલી માહિતી મુજબ તેઓનું પીર મશાઇખ દવાખાને પહોંચતા પહેલા જ મૃત્યુ થયું હતું. તેઓ છેલ્લા ત્રીસેક વર્ષથી જાહેર જીવનમાં સક્રિય હતા અને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતમાં ચૂંટાઈ આવેલા હતા તેઓ ધારાસભ્ય પીરઝાદાના નજીકના સાથી હતા, હાલમાં તેમના પુત્રવહુ વાંકાનેર તાલુકા પંચાયતમાં સભ્ય છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •