જિલ્લા કક્ષાએ વાંકાનેરનું ગૌરવ વધારતી તીથવાની વિદ્યાર્થીની જીદાણી સુરૈયા

”આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાનો કલાઉત્સવ ગાયત્રી મંદિર-વાંકાનેર ખાતે આજ રોજ ઉજવાઈ ગયો.આ કલાઉત્સવમાં તીથવા તાલુકા શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જીદાણી સુરૈયા સિકંદરભાઈએ ચિત્રકલાની હરીફાઈમાં દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરી શ્રી તીથવા તાલુકા શાળા અને વાંકાનેર તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

જીદાણી સુરૈયા સિકંદરભાઈએ તાલુકા કક્ષાની ચિત્રકલા સ્પર્ધામાં વાંકાનેર તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ વાંકાનેર તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.જિલ્લા કક્ષાએ દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા મેળવવા બદલ શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન……

આ સમાચારને શેર કરો