વાંકાનેર

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે મહંમદ પેયગંબરસાહેબના 1500 વર્ષ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો…

વાંકાનેર તાલુકાના નાનકડા એવા જેતપડા ગામે આગામી તહેવાર ઈદ-એ- મિલાદ એટલે કે મહંમદ પેયગંબરસાહેબનો જન્મદિવસ આ દિવસે પેયગંબર સાહેબના 1500 વર્ષ પૂરા થશે… એ નિમિત્તે જેતપરડા ગામના લોકોએ ખાસ કરીને યુવાનોએ એક રક્તદાન કેમ્પનું આયોજન કરવાનું વિચાર્યું અને રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો.

આ જેતપરડા ગામેં હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના યૌમે વિલાદતના ( મહંમદ પેયગંબર સાહેબના) 1500 વર્ષ પૂર્ણ થવાના છે એ નિસ્બતથી જેતપરડા મિશન ટોપ વન અંતર્ગત ગામના આગેવાનો વડીલો અને યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એક યુનિટ લોહી, ત્રણ જીવ બચાવી શકે છે. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની યાદમાં જેતપરડા ગામના 120થી વધુ ભાઈઓ તથા બહેનો રક્તદાન માટે આગળ આવ્યા હતા પરંતુ જેમાંથી કેટલાક લોકોનો ઓછો વજન તેમજ તાવ શરદીની અસર હોવાના કારણે લોહી લઈ શકાયું નહોતું. આ રકતદાન કેમ્પમાં 76 બોટલ લોહી એકત્રિત કરાયું હતું. આમ જેતપરડા ગામના લોકોએ ખાસ કરીને યુવાનોએ મહંમદ પેયગંબરસાહેબના 1500 વર્ષની ઉજવણી અનોખી રીતે કરી હતી.

આ સમાચારને શેર કરો