વાંકાનેરના જય સોલંકીએ કુસ્તીમાં સ્ટેટ લેવલે સિલ્વર મેડલ જીત્યો…

ગુજરાત સ્ટેટ રેસલીંગ એસોસીએશન દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાટણ મુકામે અન્ડર-15 ભાઈઓની કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા ચાલતી કુસ્તી ઇન સ્કૂલ માતૃ સી કે શાહ પ્રાથમિક વિદ્યાલય વાંકાનેરના વિદ્યાર્થી સોલંકી જય પ્રવીણભાઈ 41KG થી 44KG ની વજન કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.
