skip to content

ટંકારા પર મેઘરાજા ઓળઘોળ, 2 કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો

By Jayesh Batasan -Tankara

ટંકારા : આજે ટંકારા પર મેઘરાજા ઓળઘોળ થયા છે. ટંકારામાં બે કલાકમા ત્રણ ઈંચ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. ટંકારામાં આ વર્ષે સિઝનનો કુલ 100%થી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાનની સીધી અસર ટંકારા ઉપર જોવા મળે છે.

ટંકારામાં આજે બપોર સુધી બે કલાકમાં 72 mm જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ટંકારાના ગામડાઓમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. ગઈકાલે પણ ટંકારા શહેર અને અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારમાં એક ઈંચથી લઈ ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે નાના ખીજડીયા, મેધપર, ઝાલા, ઉમીયાનગર, ટંકારામાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણીની આવક થવાના કારણે ડેમી નદી છોલોછલ થઈ બે કાંઠે વહેવા લાગી છે. આથી, વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને લોકો જીવના જોખમે નદી પાર કરી ઘરે જઈ રહ્યા છે.

આ સમાચારને શેર કરો