વાંકાનેર

વાંકાનેર: જામસર ગામેં ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો…

વાંકાનેર તાલુકાના જામસર ગામની સીમમાંથી ગતરાત્રીના એક અજાણ્યો 35 થી 40 વર્ષની ઉંમરના પુરુષોનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો શરૂ કરી છે….

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક આવેલ લખમણભાઈ રૂપાભાઈના મકાન પાસેના ખેતરમાંથી ગતરાત્રીના અંદાજે 35 થી 40 વર્ષની ઉંમરના એક અજાણ્યાં પુરુષની લાશ મળી આવતાં બાબતે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી તપાસ શરૂ કરી છે….

આ સમાચારને શેર કરો