જામનગરમાં બનશે વર્લ્ડનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, જાણો તેની શું છે ખાસિયત?

રિલાયન્સ ગ્રુપના સહયોગથી વિશ્ર્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય જામનગરમાં બનશે, આ અંગેની સતાવાર જાહેરાત ગુજરાતના એડી.ચીફ સેક્રેટરી દ્રારા કરવામાં આવી હોવાનું એનડી ટીવી દ્રારા જણાવવામાં આવેલ છે અને ખુદ રિલાયન્સ ગ્રુપ દ્રારા આ સમગ્ર બાબતો ધીમે–ધીમે જાહેર કરવામાં આવી રહી છે, આ નવલું નજરાણું જામનગર માટે તો ગૌરવસમાન બની જ રહેશે પરંતુ સમગ્ર ગુજરાતને વિશ્વના ફલક ઉપર એક નવી ઓળખ અપાવશે.

ચાર ધામ પૈકીનું એક દ્રારકા વિશ્ર્વ વિખ્યાત છે, આ પછી રિલાયન્સની વિશ્ર્વની સૌથી મોટી રીફાઇનરી છે, આયુર્વેદ યુનિવર્સિટી, મરીન નેશનલ પાર્ક, દરિયાકાંઠાનો વિસ્તાર, પીરોટન ટાપુ, નરારા ટાપુ, શિવરાજપુર બીચ, ખીજડીયા પક્ષી અભ્યારણ્ય જેવા કેટલાક કારણોને લઇને જામનગર આમ પણ વિશ્ર્વ આખામાં જાણીતું છે અને હવે જયારે રિલાયન્સ દ્રારા ૨૫૦ એકર જમીનમાં વલ્ર્ડના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય બનાવવાની જે જાહેરાત કરાઇ છે તે અત્યતં રોમાંચકારી બની રહી છે અને લોકોને તેનો બેસબરીથી ઇન્તેજાર રહેશે.

જિલ્લામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી એક વિશ્વનું સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવશે. જે એક જ સ્થાને પ્રાણીઓની સંખ્યા અને પ્રજાતિની દ્રષ્ટ્રિએ જામનગરમાં મેગા ઝુ બનાવવામાં આવી રહ્યું છે. એસોચમ ફાઉન્ડેશન અંતર્ગત વર્ચુઅલ કોન્ફરન્સમાં ગુજરાત વિશે વાત કરવામાં આવી હતી. જેમાં જામનગરમાં આવેલી રિફાઈનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્રારા આ ઝુ વિકસાવવામાં આવશે.

જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ૨૫૦ એકર જમીન પર આકાર લેશે. ગુજરાતમાં વિશ્વનો સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે જામનગરમાં ૨૫૦ એકરમાં વિશ્વનું સૌથી મોટું ઝુ બનાવવાની સરકારે જાહેરાત કરી છે. આ પ્રાણી સંગ્રહાલય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી બનાવવામાં આવશે.સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પર અપલોડ કરેલી વિગતો મુજબ મેગા ઝૂ, જેને ગ્રીન્સ ઝૂઓલોજિકલ રિસ્કયૂ કહેવાશે અને રિહેબીલીટીશન કિંગડમ ૨૫૦.૧ એકરમાં ફેલાશે. વિગતવાર પ્રોજેકટ અહેવાલ (ડીપીઆર) સાથે રજૂ કરાયો છે. સૂચિત સ્થાપના માટે માસ્ટર (લેઆઉટ) યોજના સાથે ગ્રીન્સ ઝૂઓલોજિકલલ રેસ્કયૂ અને રિહેબિલિટેશન કિંગડમનું જામનગર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્રારા ગુજરાતને મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની બેઠક યોજાઈ હતી.જેમાં સીઝેડએ દ્રારા શેર કરેલા પ્લાન લેઆઉટ મુજબ, ઝૂ બનાવવામાં આવશે. જામનગરની આબોહવા અને વાતાવરણ વિશ્વભરના પક્ષીઓ અને પ્રાણીઓને માફક આવે તેમ છે. જેથી આ નિર્ણય લેવાયો હતો.

ફ્રોગ હાઉસ, ડ્રેગન લેન્ડ, એક ઇન્સેકટેરિયમ, રોડેન્ટની જમીન,જળચર રાય, ભારતનું વન, પશ્ચિમ દરિયાકાંઠાનો માર્શ, ભારતીય રણ અને વિદેશી ટાપુ. આફ્રિકન સિંહ, ચિત્તા, જગુઆર, ભારતીય જેવા પ્રાણીઓ વુલ્ફ, એશિયાટીક સિંહ, પિગ્મી હિપ્પો, ઓરંગુટાન, લેમુર, મત્સ્યઉધોગ કેટ, સ્લોથ રીંછ, બંગાળ ટાઇગર, મલયાન તાપીર, ગોરિલા, ઝેબ્રા, જીરાફ, આફ્રિકન હાથી અને કોમોડો ડ્રેગન હોવાનું માનવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે, રિલાયન્સના ચેરમેન મુકેશભાઇ અંબાણીના નાનાપુત્ર અનંત અંબાણી વન્ય જીવ પ્રેમી છે અને એમના દ્રારા હાલમાં પણ રિલાયન્સ રીફાઇનરી ખાતે આવેલ રીલાયન્સ ગ્રીન્સમાં અનેક પ્રાણીઓ તથા પક્ષીઓ રાખવામાં આવ્યા છે અને આ પ્રાણી પ્રેમ જોઇને જ કદાચ દેશના સૌથી મોટા ઉધોગ ગૃહ દ્રારા વલ્ર્ડના સૌથી મોટા ઝુને બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ જામનગર માટે સૌથી મોટા સારા સમાચાર છે.

આ સમાચારને શેર કરો