સૌરાષ્ટ્ર

કાલે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નં. 624 પર રી-ગર્ડરિંગ કાર્ય માટે 11 જૂન, 2025 ના રોજ મેગા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

કાલે ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.તેમજ ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.

આ સમાચારને શેર કરો