Placeholder canvas

જામનગરના સાંસદ પૂનમ માડમે પાક વીમાનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો

આ વર્ષે ખેડૂતો જાણે માઠી બેઠી છે અને કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં થયેલી પારાવાર નુકસાની બાદ પાક વીમો મળે તે માટે વલખા મારી રહ્યા છે. વીમા કંપની દ્વારા મસમોટા પ્રિમીયમની ઉઘરાણી કરવામાં આવે છે છતા જ્યારે પાક વીમો ચૂકવવાનો આવે ત્યારે તેઓ ઠેંગો દેખાડે છે. સરકાર આ સ્થિતિને જોઇ આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જામનગર સાંસદ પૂનમ માડમે સંસદના લોકસભા ગૃહમાં ખેડૂતોને વરતી વાસ્તવિક્તાનો ચિતાર આપ્યો હતો.

રાજ્યમાં પાક વિમાને લઈને ખેડૂતોમાં સરકાર અને વીમા કંપની સામે આક્રોશ છે. અને વિરોધ પક્ષ માત્ર્ દેખાડો કરવા પૂરતો વિરોધ કરે છે, વિરોધ પક્ષ વિરોધ કરવામાં સંપૂર્ણપણેે નિષ્ફળ ગયો છે ત્યારે આ મુદ્દાને જામનગર સાંસદ પૂનમ માડમે સંસદના લોકસભા ગૃહમાં ઉઠાવ્યો હતો.
તેઓએ વીમા કંપનીઓની મનમાની સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, વીમા કંપનીઓની મનમાનીના કારણે ખેડૂતોને અધિકાર મળતો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત કમિટી હેઠળ તપાસ થાય તેવી પણ તેમણે માંગ કરી હતી અને આ વીમા કંપનીઓ ખેડૂતોને વળતર આપે તેવો આ કમિટી આદેશ કરે તેવી માંગ પૂનમ માડમે કરી હતી.

પૂનમ માડમે કૃષિ મંત્રીને રજૂઆત કરી હતી કે તેઓ પાકવીમા મુદ્દે ઝડપથી દખલગીરી કરે . પૂનમ માડમે કહ્યું કે , સરકારના પ્રયત્નો હોવા છતાં વીમા કંપનીઓની મનમાનીના કારણે ખેડૂતોને તેમને અધિકાર નથી મળી રહ્યો . વીમા કંપનીઓએ યોગ્ય આંકલન ન કર્યુ હોય તેના કારણે ખેડૂતોને તેમના હક નથી મળી રહ્યો. આમ પૂનમ માડમ પોતે ભાજપના સાંસદ હોવા છતાં ખેડૂતોની સ્થિતિને ધ્યાને લઇને ખેડૂતને વહારે આવ્યા છે. અને મુદ્દાને લોકસભાના ફ્લોર ઉપર મૂક્યો છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો