વાંકાનેર: દાવતે ઇસ્લામી ઈન્ડિયા દ્વારા વાંકાનેરમાં આશરે ત્રણ વર્ષથી રેન્ટ(ભાડા) ઉપર ચાલતા દીકરીઓના દારૂલ ઉલુમ (જામીઅતુલ મદીના ગર્લ્સ) જેમાં આશરે ૭૦ દીકરીઓ આલીમાં કોર્સની સાથે ઇંગ્લીશ મીડીયમમાં મોડર્ન એજ્યુકેશનની તાલીમ હાંસિલ કરી રહી છે.
જે હવે જામીઅતુલ મદીના ગર્લ્સ માટે રોયલ ગુલશન, ગુલશન પાર્ક ચંદ્રપુરમાં જમીનની ખરીદી કરેલ છે, જેના ઉપર બાંધકામ શરૂ કરવાનું હોવાથી પાયાવિધિનો પ્રોગ્રામ રાખેલ છે, આ પ્રોગ્રામમાં પધારવા તમામ એહલે સુન્નતને દા’વત આપવામાં આવેલ છે.
તારીખ :૧૯-૧૨-૨૦૨૫, શુક્રવાર,
બાદ નમાઝે ઇશા રાત્રે ૯:૩૦ થી ૧૦:૩૦,
સ્થળઃ રોયલ ગુલશન, ગુલશન પાર્ક, ચંદ્રપુર, વાંકાનેર.

