વાંકાનેરમાં અર્હમ ગ્રુપ દ્વારા “જલ સેવા”નો શુભારંભ…
વાંકાનેર: હવે વાંકાનેરમાં લોકોને પીવા માટે પાણી વેચાતું નહીં લેવું પડે કેમકે… ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓની તરસ છીપાવવા વાંકાનેરના મુખ્ય માર્ગો પર ” અર્હમ જલ સેવા” શરૂ કરવામાં આવી છે.

ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ વાંકાનેર દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓની તરસ છીપાવવા વાંકાનેરના મુખ્ય માર્ગો પર ” અર્હમ જલ સેવા” શરૂ કરવામાં આવ્યું છે. આ જલ સેવા તા.૧૮/૦૩/૨૫ ના રોજ થી દરરોજ નિયમિત શીત જલ રાહદારીઓ પી શકશે… વાંકાનેરમાં મુખ્ય વિસ્તાર જેમ કે મામલતદાર ઓફિસ,રાજકોટ રોડ, લીમડાચોક, નેશનલ હાઈવે જકાતનાકા પાસે અને વાંકાનેર ટોલ નાકા પાસે આ જલ સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે લોકોને પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે.


