મોરબી જિલ્લાના પુર્વ કલેકટર જે.બી.પટેલનું નિધન…

વોકિંગ દરમિયાન બ્રેઇન સ્ટ્રોક આવતા સુરતની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, આજે અંતિમ શ્વાસ લીધા…

મોરબી : મોરબી જિલ્લાના પૂર્વ કલેકટર જે.બી.પટેલનું સુરતમાં વોકિંગ દરમિયાન બ્રેઇન સ્ટ્રોક આવતા અવસાન થયું છે.

મોરબી જિલ્લાના પૂર્વ કલેકટર અને હાલ નિવૃત જીવન ગાળતા જે.બી.પટેલને તાજેતરમાં સુરતમાં વોકિંગ કરતી વખતે બ્રેઈન સ્ટ્રોક આવતા ત્યાંની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યાં તેઓની સારવાર ચાલુ હતી એ દરમિયાન આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જે. બી. પટેલે મોરબી જિલ્લા કલેકટર તરીકે કોરોના કાળ દરમિયાન ફરજ બજાવી હતી. નિવૃત થયા બાદ તેઓ સુરત સ્થાયી થયા હતા.

આ સમાચારને શેર કરો