Placeholder canvas

વાંકાનેર: સરતાનપર રોડ પરથી દેશી દારૂની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો

વાંકાનેરમાં સરતાનપર રોડ પર બાઈક પર દેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સરતાનપર રોડ પાસે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે આરોપી નવઘણભાઇ વીહાભાઇ ટોટા પોતાના હવાલાવાળા હીરો કંપનીનુ સ્પેલન્ડર પ્લસ મોડેલ મો.સા.રજી.નંબર જી.જે.૩૬.એ.ડી.૫૦૧૫ કિં.રૂ.૩૦,૦૦૦ વાળામાં નીકળતા પોલીસે તેને અટકાવીને તેની તલાશી લેતા દેશી દારુ જેવુ કેફી પ્રવાહી લીટર-૫૦ કિ.રૂ.૧૦૦૦/-નો મુદામાલ વેંચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી અર્થે મળી આવ્યો હતો.

જેથી પોલીસે દારૂ અને બાઈક સહિત કુલ રૂ.૩૧૦૦૦ નો મુદામાલ જપ્ત કરીને પ્રોહી.એક્ટ કલમ ૬૫(ઇ),૯૮(ર) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો