Placeholder canvas

વાંકાનેર: જીનપરામાં IPL ક્રિકેટ મેચનો સટ્ટો રમતો એક પકડાયો

વાંકાનેર : આઇપીએલ ક્રિકેટ મેચની મૌસમ શરૂ થતા જ મોરબી શહેર અને જિલ્લામાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટાની મૌસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે મોરબી એલસીબી ટીમે વાંકાનેરના જીનપરામાં દરોડો પાડી ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને ઝડપી લઈ અન્ય બે સટોડિયાઓના નામ ખોલાવ્યા હતા.

મળેલી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમે વાંકાનેરના જીનપરામાંથી આરોપી નીતિનભાઇ રસીકભાઇ વીંજવાડીયા, રહે.વાંકાનેર જીનપરા શેરી નં.11 વાળાને રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપીટલ ટીમ વચ્ચે ચાલતી ટી-20 ક્રિકેટ મેચમાં રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતા ઝડપી લઇ રોકડા રૂપિયા 5400 તેમજ 5000નો મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો.

વધુમાં આરોપી નીતિનની પૂછતાછમાં ક્રિકેટનો સટ્ટો રમવાના આ ગોરખધંધામાં આરોપી ક્રિપાલસિંહ સહદેવસિંહ ઝાલા રહે.વાંકાનેર આસ્થાગ્રીન સોસાયટી મુળ રહે.વઘાસીયા તા.વાંકાનેર અને મોબાઈલ નંબર 7874681550 ધરાવતા શખ્સની સંડોવણી કબુલતા એલસીબી ટીમે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ સમાચારને શેર કરો