વાંકાનેર

આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ– 2025 અંતર્ગત વાંકાનેરમાં શૈક્ષણિક કાર્યક્રમનું આયોજાન કરાયું…

વાંકાનેર: આજે વાંકાનેર શહેર ખાતે મોરબી જિલ્લા રજીસ્ટાર કચેરી તથા ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સહયોગથી આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ – 2025ના નિમિતે શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગેલેક્સી સ્કૂલ – ચંદ્રપુરના વિદ્યાર્થીઓ દ્વારા સહકાર સંલગ્ન ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેના માધ્યમથી વિદ્યાર્થીઓએ સહકારની ભાવનાને સર્જનાત્મક રીતે રજૂ કરી હતી.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા શકીલએહમદ પીરઝાદાએ સહકારની ભાવના અને તેના વ્યાપકતા વિષે ઉદબોધન આપ્યું હતું તેમજ હરદેવસિંહ જાડેજા અને ઈરફાન પીરઝાદા એ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાની તમામ સહકારી સંસ્થાઓના આગેવાનો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જે સહકારના ભાવને વધુ ગાઢ બનાવે છે.

કાર્યક્રમના અંતે મોરબી જિલ્લા રજીસ્ટાર કચેરીના ઉત્તનભાઈ સોમપુરા તથા સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર એ.એન.બાદીએ ઉપસ્થિત સૌનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો.

આ સમાચારને શેર કરો