Placeholder canvas

મોરબી જિલ્લામાં પી.આઇ.અને પી.એસ.આઈ.ની આંતરિક બદલી

મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી આઈ બી પી સોનારાને સી પી આઈ વાંકાનેર તરીકે મુકવામાં આવ્યા

મોરબી જીલ્લામાં પીએસઆઈ અને પીઆઈની બદલી મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ત્રણ પીએસઆઈ અને ત્રણ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા જીલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે જેમાં હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પી આઈ પી એ દેકાવાડીયા હળવદ પોલીસ પોલીસ સ્ટેશન માંથી લીવ રીઝર્વમાં મુકવામાં આવ્યા છે, એ ડીવીઝન પોલીસ મથકના પી આઈ બી પી સોનારાને સી પી આઈ વાંકાનેર તરીકે મુકવામાં આવ્યા છે તો એસઓજી પી આઈ જે એમ આલને એ ડીવીઝન પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે અને જે એમ આલને વધારાનો એસઓજીનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે.

તેમજ હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પી જી પનારાને એસોઓજી તરીકે નિમણુક કરી પી આઈ તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે, મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજવતા પી એસ આઈ એ એ જાડેજાને હળવદ પોલીસ મથક ખાતે બદલી કરી પી આઈ નો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે તો મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા વી આર શુક્લને હળવદ ખાતે બદલી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો