મોરબીવાંકાનેર

મોરબી જિલ્લામાં ૧૦ પી.આઈ.ની આંતરિક બદલી, પોલીસ બેડામાં મોટો ફેરફાર

મોરબી જિલ્લા પોલીસ બેડામાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા જિલ્લાના ૧૦ પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલી તથા નવી જગ્યાએ નિમણૂકના હુકમો કરવામાં આવ્યા છે. વહીવટી સરળતા અને પોલીસ કામગીરીને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી આ ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લા પોલીસ વડાના હુકમ મુજબ એસ.પી. જાડેજાની એલ.આઈ.બી. મોરબીમાંથી એલ.સી.બી. મોરબી ખાતે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વી.એસ. સિંધવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાંથી માળિયા (મી.) પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

આર.એસ. પટેલને માળિયા (મી.) પોલીસ સ્ટેશનમાંથી એલ.આઈ.બી. મોરબી ખાતે મુકવામાં આવ્યા છે. કે.કે. દરબારની લીવ રીઝર્વ, મોરબીમાંથી હળવદ પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક કરવામાં આવી છે. આર.ટી. વ્યાસની હળવદ પોલીસ સ્ટેશનમાંથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

એચ.વી. ઘેલાની મહિલા પોલીસ સ્ટેશનમાંથી ટ્રાફિક શાખા, મોરબી ખાતે બદલી કરવામાં આવી છે. ડી.વી. ખરાડીને ટ્રાફિક શાખા, મોરબીમાંથી I.U.C.A.W., મોરબી ખાતે નિમણૂક આપવામાં આવી છે. એમ.બી. મિસ્ત્રીની I.U.C.A.W., મોરબીમાંથી મહિલા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.

જે.એસ. ગામિતને A.H.T.U., મોરબીમાંથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક આપવામાં આવી છે. જ્યારે પી.આર. સોલંકીની લીવ રીઝર્વ (વાંકાનેર સીટી)માંથી A.H.T.U., મોરબી ખાતે બદલી કરવામાં આવી છે.

રીડર શાખાના વધારાના ચાર્જમાં પણ ફેરફાર

આ આંતરિક બદલીઓ સાથે રીડર શાખાના વધારાના ચાર્જમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કે.કે. દરબારને રીડર શાખા, જિલ્લા પોલીસ વડાની કચેરીના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આર.ટી. વ્યાસને પોતાની નિયમિત ફરજ ઉપરાંત રીડર શાખાનો વધારાનો ચાર્જ સંભાળવા હુકમ કરવામાં આવ્યો છે.

જિલ્લા પોલીસ વડા દ્વારા બદલી પામેલા તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને તાત્કાલિક અસરથી નવી ફરજની જગ્યાએ હાજર થઈ રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે.

આ ફેરફાર બાદ મોરબી જિલ્લા પોલીસની વિવિધ શાખાઓ અને પોલીસ સ્ટેશનોમાં કામગીરીની નવી જવાબદારીઓ સાથે આગામી દિવસોમાં વહીવટી અને પોલીસ કામગીરીમાં ફેરફાર જોવા મળશે.

આ સમાચારને શેર કરો