ચીત્રાખડામાં સરપંચના ઉમેદવારને ‘ઝીરો’ મત મળ્યા, પાજમાં સરપંચમાં થઈ ‘ટાઇ’

વાંકાનેર: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મત ગણતરી દરમિયાન અમુક રસપ્રદ પરિણામો સામે આવ્યા છે.
વાંકાનેર તાલુકાના ચિત્રોડા ગામ પંચાયતમાં સરપંચ ના ઉમેદવાર અનુબેન સામતભાઈ ડાભીને ‘ઝીરો’ મત મળ્યા છે.
પાજ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં બંને ઉમેદવારને સરખા મત મળતાં ‘ટાઇ’ થઇ છે. હવે ડેપ્યુટી કલેકટર નિર્ણય કરશે, કદાચ ચિઠ્ઠી નાખી ને નિર્ણય કરવામાં આવશે….
