Placeholder canvas

મોરબી જિલ્લામાં ત્રણ પી.આઇ.ની અરસપરસ બદલી

મોરબી જિલ્લા પોલીસ અધ્યક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જિલ્લા અલગ અલગ ફરજ બજાવતા ત્રણ પી.આઇ.ની અરસપરસ બદલી કરવામાં આવી છે

વાંકાનેર શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા એન.એ.વસાવાને લીવ રીઝર્વ મૂકવામાં આવ્યા છે, જ્યારે લીવ રીઝર્વ ફરજ બજાવતા
કે.એમ. છાસીયાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.
લીવ રીઝર્વ ફરજ બજાવતા કે જે માથુકિયા ને એલઆઈબીમાં મૂકવામાં આવ્યા છે.

વાંકાનેર શહેર પોલીસ મથકમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા વસાવાની બદલી થઈ છે અને તેઓને મોરબી લીવ રીઝર્વ મૂકવામાં આવ્યા છે. વાંકાનેર શહેરમાં એક કડક અધિકારીની જરૂર છે, હાલ વાંકાનેર શહેરના રસ્તાઓમાં ભારે દબાણ થયેલ છે, તેમજ ટ્રાફિકના કોઈ નીતિ નિયમોને પાળવામાં આવતા નથી, આડેધડ પાર્કિંગ થાય છે,જેમના કારણે ટ્રાફિક સમસ્યા થાય છે. આ સામે અત્યાર સુધીમાં પોલીસ આંખ મીંચામણા કરી રહી છે. ત્યારે આવનાર પોલીસ અધિકારી વાંકાનેરની જનતા ટ્રાફિક બાબતે જે હેરાન-પરેશન થાય છે,તેમને રાહત મળે તેવી કામગીરી કરે તેવું વાંકાનેવાસીઓ ઈચ્છી રહ્યા છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ
આ સમાચારને શેર કરો