skip to content

વાંકાનેર: વઘાસીયા ટોલનાકા નજીક ટ્રકે બાઈકને હડફેટે લેતા ઈજા

વાંકાનેર મોરબી હાઈવે પર વઘાસીયા ટોલનાકા નજીક ટ્રકના ચાલકે રોંગ સાઈડમાં ટ્રક ચલાવીને મોટર સાઈકલને હડફેટે લેતા આધેડને ઈજા પહોચી હતી જે મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ વાંકાનેરના ભેરડા ગામે રહેતા ધીરુભાઈ લવજીભાઈ સરવારીયા (ઉ.૪૮) પોતાનું મોટર સાઈકલ જીજે ૦૩ ડીબી ૭૭૨૬ ચલાવીને વાંકાનેર મોરબી હાઈવે પર જતા હોય દરમિયાન વઘાસીયા ટોલનાકા નજીક સામેથી આવતા ટ્રક જીજે ૦૩ બીડબ્લ્યુ ૨૯૧૯ પોતાનો ટ્રક રોંગ સાઈડમાં ચલાવીને મોટર સાઈકલ ચાલક ધીરુભાઈને મોટર સાઈકલ સાથે હડફેટે લેતાઈજા પહોચી હતી જે મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો