ઇન્ફ્રારેડ થર્મોમીટર દ્વારા શાકમાર્કેટમાં આવતા લોકોની તપાસની વાંકાનેરમાં પહેલ કરતી નગરપાલિકા

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા કોરોના વાયરસની મહામારીમાં સવારમાં સૌથી વધુ ભીડ ઉમટતી શાકમાર્કેટ માટે બે ઇન્ફ્રારેડ થર્મોમીટર વસાવવામાં આવેલ છે. જેના દ્વારા શાકમાર્કેટના બંને દરવાજા પર શાકમાર્કેટમાં પ્રવેશતા લોકોને આ ઇન્ફ્રારેડ થર્મોમીટર દ્વારા ચેક કરવામાં આવે છે. જેથી જાણી શકાય કે લોકોનું તાપમાન વધુ તો નથી ને! જો વધુ તાપમાન જોવા મળે તો તેઓ સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવે છે કે તેઓને કોરોનાના કોઈ લક્ષણો તો નથી ને? અને ડોક્ટરની મુલાકાત લઇ સલાહ લેવાની જાણ કરવામાં આવી રહ્યું છે.

વાંકાનેર નગરપાલિકા દ્વારા ગત તારીખ ૨૬/૦૩ થી શાકમાર્કેટના પ્રવેશતા બંને દરવાજા પર એક એક લોકોને ઉભા રાખવામાં આવેલ છે. જેઓ માર્કેટની મુલાકાત લેતા મુલાકાતીઓને સેનેતાઇઝથી હાથ સાફ કરાવ્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હાલના તબક્કે વાંકાનેર નગરપાલિકા ને બે ઇન્ફ્રારેડ થર્મોમીટર મળેલ હોય તેનો ઉપયોગ શાક માર્કેટ માટે કરવામાં આવી રહ્યો છે. હજુ ચાર-પાંચ દિવસમાં વધુ ૧૦ ઇન્ફ્રારેડ થર્મોમીટર વસાવવામાં આવશે અને તેનો ઉપયોગ વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકોના ઘરે-ઘરે જઈ ચેક કરવામાં આવશે જેથી જાણી શકાય કે વાંકાનેર નગરપાલિકા વિસ્તાર કોરોના વાયરસથી સંપૂર્ણ સુરક્ષિત છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો