અમૂલે 6 મહિનામાં બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ રૂ.2નો વધારો કર્યો.

વેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવવધારો સહન કરવાનો વખત આવ્યો છે. અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિ સહિત તમામ પ્રકારનાં દૂધમાં લિટરે રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો 17મી ઓગસ્ટ એટલે કે આવતી કાલથી લાગુ પડશે. આમ, 6 મહિનામાં જ અમૂલે બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ પહેલાં ગત ફેબ્રુઆરીમાં પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

લાગે છે કે આ મોંઘવારી મારી નાખશે! આ સૌનો સાથ સૌનો વિકાસ હવે વિનાશ તરફ જઈ રહ્યો છે. ગેસનું સિલિન્ડર 1000ને પર, પેટ્રોલ, ડીઝલના ભાવ આસમાને અને છ મહિનામાં બે વખત દૂધના ભાવમાં વધારો… આમાં ચૂલો સળગશે કઈ રીતે ? લોકો ખાસે કઈ રીતે ? સરકારે લોકોને તો સૌનો સાથ સૌનો વિકાસની માળા આપી દીધી છે પછી ખાવાની કયા જરૂર છે ! અને ખાવાની ઈચ્છા થાય તો માળા બંધ કરવી જોઈએ, કેમકે મોઢું એકી સાથે માળા ઝપવાનું અને ખાવાનું બન્ને કામ એકી સાથે તો ન જ કરી શકે ને…..!!!!!!!

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો