Placeholder canvas

રાજકોટના વડાળીનો બનાવ : જુની અદાવત મામલે બે જુથ વચ્ચે લાકડી અને પાઈપથી મારામારી : ચારને ઇજા

રાજકોટ : રાજકોટના વડાળીમાં જુની અદાવતનો ખાર રાખી બે પરિવાર વચ્ચે લાકડી અને પાઈપથી મારામારી થતાં એક મહિલા સહિત ચારને ઇજા પહોંચતા સારવારમાં રાજકોટ સીવીલે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવને મળેલી માહિતી મુજબ ત્રાંબા નજીક આવેલ વડાળીમાં રહેતા અરવિંદભાઈ કેશાભાઈ મુછળીયા (ઉ.વ.35) અને તેના નાનાભાઈ રામજી (ઉ.વ.32) ગત રોજ સાંજે ગામમાં આવેલ પાનની દુકાને ઉભા હતા ત્યારે ધસી આવેલા ધીમભાઈ અને લાલજી નામના શખ્સે જુની અદાવતનો ખાર રાખી ઝઘડો કરી પાઇપથી માર માર્યો હતો. બનાવની જાણ થતાં તેની માતા ચંપાબેન બચાવવા વચ્ચે દોડી આવતા તેમને પણ પાઇપથી ફટકારવા લાગેલ હતા.

મારામારીથી ઉશ્કેરાયેલા અરવિંદે ફોન કરીને કાળુ અને ચંદુ નામના શખ્સને બોલાવીને ગોવિંદભાઈ વાલજીભાઈ મુછળીયા (ઉ.વ.50) પર લાકડી વડે હુમલો કરતાં શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. સામસામી મારામારીમાં ઘવાયેલા મહિલા સહિત ચારેયને સારવારમાં રાજકોટ સીવીલે ખસેડવામાં આવેલ હતાં. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ સીવીલે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો