આ વર્ષે ઉનાળાના તાપે તો શેકી જ નાખ્યા…!!! હાલમાં પડતી ભારે ગરમીમાં ઠંડક ક્યાં મેળવીએ એ ખૂબ જ મૂંઝવતો પ્રશ્ન છે… આવી ગરમીમાં ઠંડક આપતા સમાચાર સામે આવ્યા છે કે… આવતીકાલે વાંકાનેર તાલુકાના રાતેદેવળી ગામ ખાતે આસોઈ નદીના પુલ પાસે “સંગમ વોટરપાર્ક”નો શુભારંભ થવા જઈ રહ્યો છે.
આવતીકાલે રાતીદેવડી ખાતે “સંગમ વોટર પાર્ક”નો શુભારંભ યુસુફભાઈ શેરસીયા (પૂર્વ ચેરમેન, કારોબારી સમિતિ, જિલ્લા પંચાયત મોરબી)ના હસ્તે કરવામાં આવશે. આ શુભ પ્રસંગે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા, વાંકાનેર તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ ઈસ્માઈલભાઈ બાદી, રાતિદેવડી ગામના આગેવાન ઉસ્માનભાઈ માથકિયા અને સામાજિક અગ્રણી ઉસ્માનગની શેરસિયા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે…
“સંગમ વોટરપાર્ક”ના આ ઉદઘાટન સભારંભમાં યાકુબભાઈ ઉસ્માનભાઈ બાદી અને સમસત બાદી પરિવાર તરફથી વાંકાનેર શહેર તેમજ તાલુકાના લોકોને પધારવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે…