Placeholder canvas

મહીકા જિલ્લા પંચાયત સીટમાં ભાજપ તરફથી લોકજુવાળ: આજે રાત્રે માહિકા કાર્યાલયનું ઉદ્ઘાટન

મહિકા જિલ્લા પંચાયત સીટ નીચેની ચારે ચાર તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર મજબૂત, ભાજપ તરફી માહોલ

વાંકાનેર: મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકામાં આવતી મહીકા જિલ્લા પંચાયત સીટ માં ભાજપ તરફથી માહોલ ઉભો થયો છે કેમકે આ જિલ્લા પંચાયતની સીટ નીચે આવતી ચારેચાર તાલુકા પંચાયત ના ઉમેદવારો લોકો વચ્ચે રહેનારા અને સતત લોકો સાથે સંપર્કમાં રહેનાર મજબૂત ઉમેદવાર છે.

સાથોસાથ જિલ્લા પંચાયતના ઉમેદવાર યુવા છે અને શિક્ષિત છે. તેમનામાં લોકોના કામ કરાવવાની આવડત છે અને રાજકીય રીતે પણ ખૂબ અનુભવી છે. તેમને નીચેના ઉમેદવારો ટેકો મળે છે અને તાલુકા પંચાયતના ઉમેદવારોને ગોરધન ભાઈ સરવૈયા જેવા મજબૂત જિલ્લા પંચાયતના ઉમેદવારોને ટેકો મળતાં આ સમગ્ર જિલ્લા પંચાયતની સીટ અને તાલુકા પંચાયતની ચારે ચાર સીટમાં હાલ ભાજપ તરફી વલણ જોવા મળે છે.

આજે રાત્રે મહીકા ગામે ભાજપના ચૂંટણી કાર્યાલય ભાજપના મોરબી જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ રઘુભાઈ ગડારા, સાંસદ મોહનભાઇ કુંડારીયાના ભાઈ ચુનીભાઇ કુંડારિયા અને વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજી તેમજ તાલુકા ભાજપના આગેવાનોની ટીમની હાજરીમાં ખુલ્લુ મુકવામાં આવશે.

આ સમાચારને શેર કરો