Placeholder canvas

વાંકાનેર: આગામી રવિવારે આયશા વિમેન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલનું થશે ઉદ્ઘાટન

ભલગામના સામાજિક અગ્રણી સતારભાઈ બાદીના પુત્ર ડૉ. ઇમરાન બાદી અને ડૉ.શબનમ બાદી હોસ્પિટલ શરૂ કરી રહ્યા છે.
હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે.
વાંકાનેર: આગામી તારીખ 5/6/2022ને રવિવારના રોજ સવારે 10 કલાકે, વાંકાનેર નેશનલ હાઈવે પર ચંદ્રપુર પાસે આવેલ અંજની પ્લાઝામાં આયશા વિમેન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલનો શુભારંભ થશે. અને રવિવારથી જ 24 કલાક સેવા ઉપલબ્ધ થશે. આ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આયશા વિમેન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સ્ત્રીરોગ અને બાળરોગો માટેના તમામ સાધનો અને સુવિધા ઉપલબ્ધ છે. આયશા વિમેન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સ્ત્રી રોગ અને બાળ રોગોની સંપૂર્ણ સારવાર થશે.
આયશા વિમેન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલના ઉદ્ઘાટન સમારંભમાં વાંકાનેર શહેર અને તાલુકાની આમ જનતાને સતારભાઈ બાદી, ડૉ. ઇમરાન બાદી અને ડૉ. શબનમ બાદી તથા બાદી પરિવાર તરફથી પધારવાનું જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. તેમજ રકતદાતાઓને રકતદાન કરવા માટેની અપીલ કરવામાં આવેલ છે.
આયશા વિમેન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ
બીજો માળ, અંજની પ્લાઝા,
નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર.
સંપર્ક:- ૯૮૨૫૧ ૯૬૪૯૨
આ સમાચારને શેર કરો