Placeholder canvas

વાંકાનેર તાલુકામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ…

તાલુકામાં અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો

વાંકાનેર આજે વહેલી સવારથી જ વાંકાનેર પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. સમગ્ર તાલુકામાં વરસાદ હોવાના વાવડ મળી રહ્યા છે.

જેમની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમનું આખરે આજે વહેલી સવારે આગમન થયું છે. લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારથી સમગ્ર વાંકાનેર પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડૂતો અને પશુપાલકો ખુશ દેખાતા હતા.આ વરસાદ લગભગ સમગ્ર તાલુકામા વધતા-ઓછા પ્રમાણમાં વરસાદ હોવાની માહિતી મળી છે. તાલુકામાં અડધાથી કરી દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હોવાની માહિતી સામે આવી છે.

આ વરસાદથી લોકો ખુશા ખુશાલ દેખાઈ રહ્યા છે, પરંતુ આ વરસાદથી ખેતીમાં કેટલું નુકસાન થશે કપાસ, મગફળી, તલી, મગ, અડદ વિગેરે પાકોમાં નુકસાન થવાની શક્યતા છે પરંતુ સારો વરસાદ થાય તો શિયાળુ પાકમાં તેનો લાભ રહે અને પશુઓને ચારો મળી રહે તેથી ખેડૂતો થોડી ઘણી નુકસાન સહન કરીને હાલ તો ખુશ છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/FQTfpgj5vPdLBPWtZn0YKh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો