Placeholder canvas

વાંકાનેર: નવી સરકારમાં જાહિરઅબ્બાસ શેરસીયાની પંચાસીયામાં PHCની પુન:હ માંગણી

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે નવા પ્રા.આ.કે.ની મંજુરી આપવા માટે રાતીદેવડી જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયત મોરબીના શાસક પક્ષના નેતા જાહીરઅબ્બાસ શેરસીયાએ નવી સરકારમાં પૂન:હ માગણી કરી છે.

તેઓએ ઉપેન્દ્ર પટેલ સરકારના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળીને લેખિતમાં માંગણી કરી છે કે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાશીયા ગામે નવા પ્રા.આ.કે.ની મંજરી માટે આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત મોરબીને માંગણી કરેલ જેના અન્વયે આરોગ્ય વિભાગે જિલ્લા પંચાયત મોરબીએ નવા પ્રા.આ.કે.ની માંગણી માટે આરોગ્ય વિભાગ, કમિશ્નર કચેરી ગાંધીનગરને દરખાસ્ત કરેલ હતી. જેમની અનુસંધાને નાયબ નિયામક, ગાંધીનગરએ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં સને ૨૦૧૧ ની ગ્રામ્ય વસ્તી ૧૬૬૨૭૮ મુજબ કુલ ૮ પ્રા.આ. કે. ની જરૂરીયાત સામે કુલ ૮ પ્રા.આ.કે કાર્યરત છે. તેમ જણાવી પંચાસીયા પ્રા.આ.કે. મંજુર કરવા પાત્ર નથી તેમ જણાવેલ

પરંતુ ૨૦૨૧ માં કોરોના કારણે સરકાર દ્રારા વસ્તી ગણતરી થઈ શકેલ નથી હાલની વસ્તીમાં સરકારના નિયમ મુજબ ૨.૫૦ % ઉમેરો કરતા વાંકાનેર તાલુકાની ગ્રામ્યની હાલની વસ્તી આશરે ૨૦૭૦૦૦ જેટલી થાય છે. એટલે ૨૦૨૧ ની વસ્તીને ધ્યાને લઈ આ મારા મત વિસ્તાર વાંકાનેર તાલુકાના પંચાશીયા ગામે નવ પ્રા.આ.કે. અગ્રતાના ધોરણે મંજૂર કરવાની રૂબરૂ મળીને મૌખિક અને લેખીતમાં રજુઆત કરી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ પૂર્વે જાહીરઅબ્બાસ શેરસીયાએ જિલ્લા પંચાયતમાં લેખિત રજૂઆત કરી હતી અને તેમની અનુસંધાને જિલ્લા પંચાયત મોરબીની આરોગ્ય શાખાએ સરકારમાં દરખાસ્ત મોકલી હતી તે બાબતના સમાચાર કપ્તાનના વેબ પોર્ટલમાં પ્રસિદ્ધ થયા હતા. ત્યારે રાતીદેવરી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય કુલસમબેન બાદીના અમુક શુભેચ્છકો અને ટેકેદારોએ કપ્તાનના તંત્રીને ટેલિફોનિક અને વોટ્સએપ દ્વારા મોરબી જીલ્લા પંચાયતના તત્કાલીન સદસ્ય કુલસમબેન બાદીએ પંચાસીયા આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાવેલ છે એવું જણાવ્યું હતું અને સાથોસાથ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી તે કપ્તાનને વોટ્સએપ દ્વારા મોકલી હતી.

અહીં એ જણાવવું જરૂરી છે કે પંચાસીયામાં આરોગ્ય કેન્દ્રો માટે એ વિસ્તારના પૂર્વ સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન કુલસમબેન બાદીએ અને વર્તમાન સદસ્ય જાહીરઅબ્બાસ શેરસીયાએ પ્રયત્નો કર્યા છે. પરંતુ હજુ સુધી પંચાસીયામાં આરોગ્ય કેન્દ્રની મંજૂરી મળેલ નથી જે મિત્રોએ કપ્તાનને વોટ્સએપ દ્વારા દરખાસ્તનો પત્ર મોકલ્યો હતી તેઓને જણાવવાનું કે એ દરખાસ્ત હતી નહીં કે મંજૂરી અહીં એ પણ ઉલ્લેખનીય છે કે બંને સદસ્યોએ પોતાની કક્ષાએ પ્રયત્નો કર્યા છે તે માટે ખરેખર અભિનંદન કેમકે ઘણા બધા વિસ્તારના સભ્યો પાંચ વર્ષમાં કોઈ મોથ નથી મારતા અને ટર્મ પૂરી થઈ જાય છે. ત્યારે આ વિસ્તારના પૂર્વ સભ્ય અને વર્તમાન સભ્યોએ તે માટે પ્રયત્નો કર્યા છે, પંચાસિયા PHC શરૂ કરવાની પૂર્વ સભ્ય દ્વારા રજૂઆતો થઈ, માગણી થઈ હતી એમને વર્તમાન સભ્યએ આગળ વધારી લોકોને સારી સગવડ આપવા માટેના પ્રયત્નો કર્યા છે. જેથી કોઈપણ રાજકિય વ્યક્તિના શુભેચ્છકો અને ટેકેદારોએ આ વાસ્તવિકતા સ્વીકારવી રહી….

પંચાસીયા phc કેન્દ્રની મંજૂરી બાબતે જિલ્લા પંચાયતના સભ્ય જાહીરઅબ્બાસ શેરસીયાના પિતા અને ભાજપના વાંકાનેર વિસ્તારના લઘુમતિ અગ્રણી યુસુફભાઈ શેરસીયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે મારા પુત્રના વિસ્તારમાં એટલે કે પંચાસીયા ગામમાં પીએસસીની મંજૂરી માટે મારી તમામ શક્તિ લગાવી દઈશ અને અમારી ભાજપની સરકારમાં આ કામ જરૂર ને જરૂર થશે એવો મને વિશ્વાસ છે.

આ સમાચારને શેર કરો