લોકડાઉન વચ્ચે અગાભી પીપળીયામાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અગાભી પીપળીયા ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી તથા દેશી દારૂ ગાળવા માટેના સાધનો તથા આથો લીટર 2025 સાથે ત્રણ ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા.
ગઈકાલે તા. 29ના રોજ વાંકાનેર તાલુકા પોલીસને ખાનગી રાહે દેશી દારૂની ભઠ્ઠી વિષે બાતમી મળેલ હતી. તે મુજબ પોલીસે અગાભીપીપળીયા ગામની આથમણી સીમમાં ડેમી નદીના વોકળામાં રેઇડ કરતા દેશીદારૂ ગાળવાની ચાલુ હાલતની પાંચ ભઠી મળી આવેલ હતી. તેમજ ગેસના બાટલા નંગ 5, ચુલા નંગ 5, ભઠીગાળવાના ટીપણા નંગ 5, તપેલા નંગ 5, 50 લીટરના કેરબા નંગ 8, 10 લીટરના પ્લાસ્ટીકના કેન નંગ 5, દેશીદારૂ બનાવવાનો આથો લીટર 2025, સ્ટીલની થાળી તથા તેમા ફીટ કરેલ નળી નંગ 5, દારૂ લીટર 10 એમ મળી કુલ કિ.રૂ. 21,250/-ના મુદામાલ મળી આવેલ હતો. આ મુદામાલ સાથે આરોપીઓ અરવિંદભાઈ બચુભાઈ સોંલકી (ઉ.વ. 30), કાનાભાઈ લધુભાઈ સોંલકી (ઉ.વ. 24), સન્નીભાઈ રમેશભાઈ સોંલકી (ઉ.વ. 20) (બધા ધંધો. મજુરી, રહે. ગામ જારીયા, તા.જી. રાજકોટ) વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/GR1OAVDoMpvEtuqJ5225li
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…