Placeholder canvas

વાંકાનેર:જેતપરડા પાસે કારખાનામાં બેલ્ટમાં હાથ આવી જતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર આવેલ ઓઇલમીલમાં બોયલર વિભાગમાં કામ કરતા પરપ્રાંતીય યુવાનનું કન્વેયર બેલ્ટમાં કોલસા નાખતી વખતે અકસ્માતે હાથ બેલ્ટમાં આવી જતા ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર આવેલ એબલ ઓઇલ્સ એન્ડ એગ્રો નામના કારખાનામાં બોયલર વિભાગમાં કામ કરતો કીશનભાઇ નરાભાઇ બીલવાલ ઉ.24, રહે. મંડલી બડી, જાબુઆ, મધ્યપ્રદેશ નામનો શ્રમિક યુવાન કન્વેયર બેલ્ટમાં કોલસા નાખતો હતો ત્યારે અકસ્માતે કિશનનો જમણો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જતા ગંભીર ઇજા થતા પ્રથમ સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે સારવારમાં લઇ ગયા બાદ વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો