skip to content

વાંકાનેર: કલાવડીમાં બે પરિવારો એકબીજા ઉપર તુટી પડ્યા.

વાંકાનેર : વાંકાનેરના કલાવડી ગામે સીમ વિસ્તારના રસ્તે ચાલવા બાબતે બે પરિવારો વચ્ચે બધડાટી બોલી ગઈ હતી.બાદમાં બન્ને પરિવારોએ એકબીજા પર હુમલો કર્યાની સામસામી ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાવી છે.પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ મારામારીના બનાવની પોલીસ સ્ટેશનેથી મળેલ વિગતો મુજબ રમેશભાઇ ગોવિંદભાઇ ચાવડા ઉ.વ. ૪૬ રહે. જુની કલાવડી, વાંકાનેર વાળાએ ધીરૂભાઇ નાનજીભાઇ મકવાણા, પ્રકાશભાઇ નાનજીભાઇનો મોટો દિકરો તથા ધીરૂભાઇ નાનજીભાઇના બે આદિવાસી મજુરો સામે ફરિયાદ નોંધાવી હતી કે,ગત તા.૯ ના રોજ જુની કલાવડી ગામની સીમમાં બનેલા આ બનાવમાં ફરીયાદી ને આરોપી સાથે અગાઉ રસ્તે ચાલવા બાબતે જુની તકરાર હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ખંપાળી વડે કેડમાં તથા જમણા હાથમાં, ગુપ્તાંગમાં મારમારી તથા સાહેદ મુકેશભાઇને અજાણ્યા આદિવાસી માણસોએ પગમાં ધોકા મારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે ધીરૂભાઇ નાનજીભાઇ મકવાણા ઉ.વ. ૫૦ રહે નવી કલાવડી, વાંકાનેર વાળાએ સમાપક્ષના આરોપીઓ રમેશભાઇ ગોવિંદભાઇ ચાવડા, મુકેશભાઇ ગોવિંદભાઇ, કિરીટભાઇ ગોવિંદભાઇ ચાવડા રહે. જુની કલાવડી,વાંકાનેર સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે,ફરીયાદી તથા આરોપીઓને એક જ વાડીમાં સહિયારો કુવો હોય જે ફરીયાદીને ધઉમાં પાણી પાવા બાબતે જુની તકરાર હોય જેનો ખાર રાખી ફરીયાદી ને ગાળો આપી આરોપીઓએ લાકડી તથા પાઇપ વડે માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો