skip to content

રાજકોટ: આનંદ બંગલા ચોક ખાતે સીટી બસ ચાલકે બુલેટસવારને હડફેટે લીધો.

રાજકોટ: આજકાલ મોટા શહેરમાં ચાલતી સીટી બસ ના અકસ્માતના સમાચાર અવારનવાર સામે આવી રહ્યા છે અને આ સીટી બસો લોકોને સગવડતો આપે છે પણ ઘણા બધાના જાન પણ લેવાના સમાચાર પણ અવારનવાર સામે આવી રહયા છે. ત્યારે હવે બેફામ થઈને બસ ચલાવતા ડ્રાઇવર સામે આંકરા પગલા લેવા ખૂબ જરૂરી બની ગયા છે.

આજે રાજકોટમાં આનંદ બંગલા ચોક ખાતે સીટી બસ ચાલકે તદ્દન બેદરકારીપૂર્વક બસને ફુલ સ્પીડમાં ચલાવતા ઓવરટેક કરવા જતા બુલેટસવારને હડફેટે લીધો, પછડાટ લાગતા બુલેટસવાર બેભાન થઈ ગયેલ હતો. અકસ્માત થતા લોકો દોડી આવ્યા હતા અને બુલેટ સવારને હોસ્પિટલે પહોંચાડ્યો હતો. આ અકસ્માતની જાણ થતાં પોલીસ પણ થોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો