Placeholder canvas

રાજકોટમાં પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે થયું સામ સામે ફાયરિંગ, જુવો વિડીયો..

રાજકોટ: ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાત્રે પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે સામ સામે ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં એક પી એસ આઈ અને ધાડપાડુ ગેંગના બે સભ્યો ઘાયલ થયા હતા.

રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસને દિવસે વધી રહ્યો છે. ગુનેગારોને પોલીસની બીક ન હોય તેમ હવે ખાખી પર હુમલો કરી રહ્યા છે. રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાત્રે પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે સામ સામે ફાયરિંગ થયું હતું. ઘટનામાં એક પી એસ આઈ અને ધાડપાડુ ગેંગના  બે સભ્યો ઘાયલ થયા હતા.

રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાત્રે ધાડપાડુ ગેંગ ત્રાટકે તે પહેલાં SOG ટીમ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બંને પક્ષોએ સામ સામે ફાયરિંગ કર્યુ હતું. ધાડપડું ગેંગના સભ્યો પોલીસે દબાવી રાખ્યા હતા. ઉપરાંત પોલીસની રિવોલ્વર પણ આચકી લેવાનો પ્રયાસ થયો હતો. ઘટના બાદ પોલીસે મોડી રાત્રે આખો વિસ્તાર કોર્ડન કર્યો હતો અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા.

જુવો વિડીયો…

કપ્તાન ન્યૂઝની youtube ચેનલ લાઈક કરો, સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પુસ કરો…

આ સમાચારને શેર કરો